કૈલાસ માનસરોવર યાત્રા
1996 થી 2009 સુધી કરેલી મારી યાત્રાની કેટલીક ઝલક
ૐ નમઃ શિવાય
ગીત ગુંજ એટલે ગીતોનું મનન.
કૈલાસ માનસરોવર યાત્રા
1996 થી 2009 સુધી કરેલી મારી યાત્રાની કેટલીક ઝલક
ૐ નમઃ શિવાય
હું અને મારો ગરબો
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારૂં ને ચમ્મર વિંઝાય
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય [2]
હે જગદંબા મા તારે ચરણે અમે કંકુ બિછાવ્યા [2]
પગલા પાડો મા અમે તારા ગરબા કોરાવ્યા
હો .. માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય
-- માડી તારા
જ્યાં જ્યાં ઘંટારવ ત્યાં ત્યાં માડી તારા દરશન
ઘંટારવમાં પૂજા ને[2] ઘંટારવમાં અર્ચન
હો..માડી તારી રગરગમાં ઘંટારવ થાય
-- માડી તારા
જય આદ્ય શક્તિ મા
જાગો મા [2]
જગભરમાં ઘંટારવ થાય
જાગો મા[3]
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય
ચમ્મર ઢોળાય
હો...માડી ઘેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
-- માડી તારા
વાગે નગારૂં ને ચમ્મર વિંઝાય.......
ૐ નમઃ શિવાય

સ્વર:- ઉદય મજુમદાર, કૌમુદી મુનશી, રાજુલ મહેતા
કાવ્યપઠન:- હરિન્દ્ર દવે
મહીંડા મથવાને ઊઠ્યાં જશોદારાણી
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણી
માતા રે જશોદા !તારા મહીંડા વલોવું
બીશો મા માતાજી ! ગોળી નહીં ફોડું
ધ્રુજ્યો મેરૂ ને એને ધ્રાસ્કો રે લાગ્યો
રવૈયો કરશે તો નિશ્ચે હું ભાંગ્યો
-- મહીંડા
વાસુકી ભણે મારી શી પેર થાશે ?
નેતરું કરશે તો જીવડો જાશે !
મહાદેવ ભણે “ મારી શી વલે થાશે ?
હવેનું હળાહળ કેમ રે પીવાશે?”
-- મહીંડા
બ્રહ્માદિ – ઈન્દ્રાદિક લાગ્યા રે પાય
”નેતરું મૂકો તમે ગોકુળરાય”
જશોદાજી કહે,” હું તો નવનિધ પામી”
ભક્ત વત્સલ મળ્યો નરસૈનો સ્વામી
-- મહીંડા
ૐ નમઃ શિવાય

